મંગળવાર, 22 જુલાઈ, 2025

Gujarati Jokes Part - 434

 એક જાપાની કપલ લડી રહ્યું હતું.


પતિ : સુઈતાકી.... માકાતાકી....

પત્ની : કોવાનીની.... તામાનીની....


પતિ : તોકા આંજીરોની રૂમિયાકો !

પત્ની : ( ઘૂંટણિયે પડી જાય છે ને કે )

મીમી નાકોડી, તિમુ નાકો તિકો !


પતિ : ( ગુસ્સા માં ) કીમા તિમ તીમ,

કાઓયુજી વિજી બુઝી યોઝી ઝક્કો !


અને તમે આરામથી વાંચી રહ્યા છો

જાણેતમને ખરેખર જાપાનીઝ વાંચતા

આવડતું હોય ! 😂


------------------------------------


પપ્પુ ગામડા માં એક રિસોર્ટ માં ગયો, 


તેને બાથરૂમ જવું હતું તેથી કાઉન્ટર ઉપર બાથરૂમ ક્યાં છે તે પૂછ્યું, 


કાઉન્ટર ઉપર ઉભેલા માણસે બાથરૂમ તરફ જવા નો રસ્તો બતાવ્યો. 


પપ્પુ એ બાથરૂમ નો દરવાજો ખોલ્યો કે તેને બાથરૂમ માં સાપ દેખાણો! પપ્પુ પાછો આવ્યો, 


કાઉન્ટર ઉપર બેસેલા માણસે પૂછ્યું આટલી જલ્દી? 


પપ્પુ એ કહ્યું અંદર સાપ બેઠેલો, મેં કહ્યું મને ઉતાવળ નથી તમ તમારે પતાવો, 


હવે એનું પતે અને બહાર આવે એટલે હું જાઉં. 😁


કાઉન્ટર ઉપર બેઠેલો માણસ બેહોશ છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો