રવિવાર, 11 સપ્ટેમ્બર, 2011
Gujarati Joke Part - 155
બોસ : 'મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો ?'
નવયુવાન : હા, સર.
બોસ : અચ્છા. તો તો બરાબર. આ તો શું કે તમે તમારા દાદાની અંતિમક્રિયા માટે ગયા પછી કલાકેક બાદ એ તમને અહીં મળવા આવેલા !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા - રમણ, તુ લગ્નને કેવી રીતે પરિભાષિત કરીશ ?
બંતા - મારા અનુભવોના આધારે કહુ તો લગ્નને મફતમાં ધોવાની અને બે ટાઈમ સમયસર જમવાનું મળવાની એક ખૂબ જ ખર્ચાળ રીત.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક સ્ત્રીને તેના ઘરના નોકરે ઘબરાયેલા સ્વરમાં કહ્યુ - સાહેબ દરવાજાની પાસે બેહોશ થઈ પડ્યા છે. તેમના એક હાથમાં એક કાગળ અને બીજા હાથમાં એક મોટુ પેકેટ છે.
મહિલા ખુશ થઈને બોલી - બહુ સરસ, મારી નવી સાડીઓ આવી ગઈ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011
શુક્રવાર, 9 સપ્ટેમ્બર, 2011
Gujarati Joke Part - 154
ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો. એ બસમાં મુસાફરી કરતો હતો. એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો. જાડિયો ઊંઘતા ઊંઘતા ચંદુ ઉપર પડતો હતો. અકળાઈને ચંદુ બોલ્યો : 'બસમાં માણસના વજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.'
'એમ હોત તો તારા જેવા દૂબળા માટે બસ ઊભી જ ના રહેતી હોત… કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મનોચિકિત્સક : તમે ખોટા નિરાશ થયા કરો છો તેમ જીવનમાં નિષ્ફળ છો જ નહિ.
દર્દી : 'સાચું કહો છો સાહેબ, તમારી ફી ભરી શકનાર નિષ્ફળ હોય જ ક્યાંથી ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શિક્ષક (વિદ્યાર્થીને)- પ્રેમ અને ઈશ્ક માં શુ અંતર છે ?
વિદ્યાર્થી (શિક્ષકને)- પ્રેમ એ જે તમે તમારી પુત્રીને કરો છો, અને ઇશ્ક એ જે હુ તમારી પુત્રીને કરુ છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
