શુક્રવાર, 8 જૂન, 2012

Gujarati Joke Part - 272

પતિએ પોતાના મિત્રને કહ્યુ - મારી પત્નીને મારી કેટલી ચિંતા છે. રાતે હું તેને કહ્યુ કે મને ગરમ પાણી કરી આપ, તો તેણે તરત જ કરી આપ્યુ.
મિત્રએ કહ્યુ - તો શુ થઈ ગયુ. પણ તે એણે રાતે ગરમ પાણી કરવાનુ કેમ કહ્યુ ?
કારણકે હું ઠંડા પાણીથી વાસણો નથી ધોઈ શકતો - પતિ બોલ્યો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ (પત્નીને) : જ્યારે યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ જુગાર રમતા હતા તો પછી તું શા માટે મને રોકી રહી છે.
પત્ની : ઓ.કે. હવે તમને હું રોકીશ નહીં, પણ મારી એક વાત ધ્યાનમાં રાખજો.
પતિ : કઈ વાત ?
પત્ની : કે દ્રોપદીને પાંચ પતિ હતા…

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ભિખારી : બેન, ખાવાનું આલો !
મણિબેન : આ બાજુવાળા બેને તો કંઈ આપ્યુંને ?
ભિખારી : હા, બુન
મણિબેન : તો લે આ દવા. એમની રસોઈ ખાઈને લઈ જજે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 6 જૂન, 2012

Gujarati Joke Part - 271

પત્ની(પતિને) તમને ખબર છે આપણું બાળક ચાલવા લાગ્યું છે ?
પતિ - ક્યારથી ?
પત્ની - એક અઠવાડિયાથી.
પતિ - અત્યાર સુધી તો તે ખૂબ દૂર નીકળી ગયો હશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'જરા વિચારો, બાળકો' શિક્ષકે કહ્યું, 'આફ્રિકામાં અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી ! તો આપણે શાના માટે પૈસા બચાવવા મથવું જોઈએ ?'
બાળકોનો હર્ષનાદ થયો : 'આફ્રિકા જવા માટે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - મને એ લોકોથી નફરત છે, જે પીઠ પાછળ વાતો કરે છે.
પત્ની - ખાસ કરીને સિનેમાહોલમાં

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 4 જૂન, 2012

Gujarati Joke Part - 270

શિક્ષક : રાવણના જીવનમાં નડેલી મોટામાં મોટી મુસીબત કઈ ?
વિદ્યાર્થી : એ ટી-શર્ટ નહોતો પહેરી શકતો !!


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.
એકે કહ્યું : 'જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો'
આ સાંભળી બીજો ગપ્પીદાસ બોલી ઊઠયો : 'હા. તદ્દન સાચી વાત છે. હું એ વખતે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. જ્યારે એ વાઘ મારી તદ્દન નજીકથી પસાર થયો ત્યારે તેની મૂછોને મેં હાથ ફેરવ્યો ત્યારે ભીની હતી.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની- કોલેજનો તમારો કોઈ કડવો અનુભવ યાદ છે ?
પતિ - હા, તારી અને મારી પહેલી મુલાકાત કોલેજમાં થઈ હતી.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 2 જૂન, 2012

Gujarati Joke Part - 269

નિર્દેશક ઉંઘમાં બબડી રહ્યો હતો - હું તને પ્રેમ કરું છું, અને મારી પત્નીથી છુટાછેડા લઈને તારી સાથે લગ્ન કરીશ. ત્યારે અચાનક તેની આંખ ખૂલી ગઈ. તેણે જોયું કે તેની પત્ની તેને તાકી રહી હતી. તે ફરીથી આંખો બંધ કરીને બોલ્યો- કટ, હવે આગલા સીનના ડાયલોગ સાંભળો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક પત્નીએ સોંદર્ય પ્રસાધનની દુકાને જઈને વિક્રેતાને કહ્યુ - મને લીલા રંગની લાલી જોઈએ.
વિક્રેતાએ પૂછ્યુ - લીલો જ કેમ ? આ રંગ તો હોઠ પર ગંદો લાગશે.
પત્નીએ શરમાઈને કહ્યુ - વાત એમ છે કે મારા પતિ રેલ્વેના ગાર્ડ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - તારા વખાણ કરુ એટલા ઓછા છે
પત્ની - તમને મારી કદર થઈ ખરી
પતિ - ના, મને એ સમજાયુ કે મૂરખ આગળ ખોટુ બોલવામાં કંઈ ઘસાતુ નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~