સોમવાર, 12 ઑગસ્ટ, 2013

Gujarati Joke Part - 379

નટખટ નીતાને ઘેર આવેલા મહેમાન જમવા બેઠા હતા. નીતાએ મીઠાઈ બનાવી હતી. એણે મહેમાનને પૂછ્યું : 'મીઠાઈ તમને કેવી લાગી ?'
'જાનવરો ખાય એવી….'
'તો પછી થોડી વધારે લ્યો ને….!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કવિતા : ડેડી, આપણે કાલે માલામાલ થઈ જઈશું.
ડેડી : શુ તે કોઈ લોટરી ખરીદી છે ?
કવિતા : અરે નહી ડેડી, આવતીકાલે શાળામાં ગણિતના ટીચર પૈસામાંથી રૂપિયા બનાવતા શીખવાડવાના છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સન્ની - મમ્મી, મને 500 રૂપિયા આપો.
મમ્મી-ગઈકાલે તો આપ્યા હતા, આજે તને 1 રૂપિયો નહી મળે.
સની - જો તુ મને 500 રૂપિયા આપીશ તો તને હું બતાવીશ કે પપ્પા ગઈકાલે એકલા હતા ત્યારે આપણી નોકરાણીને શુ કહી રહ્યા હતા.
મમ્મી - આ લે પૈસા, હવે બતાવ.
સન્ની - પપ્પા તેને કહી રહ્યા હતા કે તુ આજકાલ કપડા ચોખ્ખા કેમ નથી ધોતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 10 ઑગસ્ટ, 2013

Gujarati Joke Part - 378

સંતાને મલેરિયા થઈ ગયો અને એ સર્દીથી ધ્રુજી રહ્યો હતો, બંતા તરત જ એને ડોક્ટર પાસે લઈ ગયો.
ડોક્ટર : શુ થયુ છે ?
બંતા - ડોક્ટર સાહેબ, બીમારી તો ખબર નથી, પણ ભાઈ સાહેબ સવારથી જ વાઈબ્રેશન પર જ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વખત એક પત્રકારે લાલુપ્રસાદ યાદવને પૂછ્યું કે , સર તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું છે?
લાલુપ્રસાદ યાદવ : રાબડીદેવીને મોબાઇલ વાપરતા નથી આવડતું..!!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્નીને બ્યુટી પાર્લરમાં વાળ ધૂંધરાલા કરવા જતી જોઈને પતિ બોલ્યો - જો ભગવાનને તારા વાળ ધૂંધરાલા કરવા હોત તો તે પોતે જ કરી દેતા.
પત્ની હસીને બોલી - જ્યારે હું નાની હતી ત્યારે તેમણે મારા વાળ ધૂધરાલા કર્યા હતા, પણ જ્યારે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કે આ મોટી થઈ ગઈ છે આટલુ કામ તો જાતે કરી લેશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 30 જુલાઈ, 2013

Gujarati Joke Part - 377

નાનો ભાઈ: 'આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઈ જઈશું.'
મોટો ભાઈ : 'એ કેવી રીતે?'
નાનો ભાઈ : 'આવતીકાલે મારા ગણિતના શિક્ષક પૈસાને રૂપિયામાં કેવી રીતે ફેરવાય તે શિખવાડવાના છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રમેશ : મારી ને કેટરીના કૈફની એક આદત એક સરખી છે.મહેશ : કઇ આદત?
રમેશ : એ પણ મને એસએમએસ નથી કરતી અને હું પણ એને એસએમએસ નથી કરતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક શ્રીમંત શેઠે નવો નોકર રાખ્યો હતો. શેઠે એક વખત તેને પાણી લાવવા કહ્યું. નોકર તરત પાણીનો ગ્લાસ લઈને આવ્યો. શેઠે તેને ધમકાવતા કહ્યું, 'મૂરખ ! પાણી આ રીતે અપાય ? ટ્રેમાં મૂકી લાવવું જોઈએ, સમજ્યો ?'
નોકરે થોડી વારે ટ્રેમાં પાણી લઈને હાજર થતા કહ્યું, 'શેઠ ! આ ટ્રેમાનું પાણી ચમચી વડે પીશો કે પછી ચાટી જશો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 28 જુલાઈ, 2013

Gujarati Joke Part - 376

પુત્ર : 'પિતાજી, કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંથી બીજા પક્ષમાં જાય તો તેને શું કહેવાય ?'
પિતા : 'વિશ્વાસઘાત.'
પુત્ર : 'અને સામા પક્ષમાંથી કોઈ આપણા પક્ષમાં જોડાય તો ?'
પિતા : 'દીકરા ! એને હૃદયપરિવર્તન કહેવાય, સમજ્યો ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રોફેસર નટુ (વિદ્યાર્થી ગટુને) : 'આસામ કઈ વસ્તુ માટે જાણીતું છે ?'
ગટુ : 'મને ખબર નથી.'
નટુ : 'સારું, હું તને એક સંકેત આપું છું. તારા ઘરમાં જે ચા બને છે તેની પત્તી ક્યાંથી આવે છે ?'
ગટુ : 'અમારા પડોશીના ઘરમાંથી.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વિદ્યાર્થી - ચાલતી બસમાંથી ક્યારે ઉતરવું જોઈએ ?
બીજો વિદ્યાર્થી - જ્યારે હોસ્પિટલ પાસે હોય.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~