ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 164

સંતા - ક્યાં જઈ રહ્યાં છો ? બંતા- હુ મારે ગામ જઈ રહ્યો છું ? સંતા - પણ હાથમાં આ દૂરબીન કેમ છે ? બંતા- અસલમાં, હું મારા એક દૂરનાં સગાંને જોવા જઈ રહ્યો છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બોસ : મિ. ઠક્કર, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો છો અને મોડા જાઓ છો. શું કારણ ? મિ.ઠક્કર : સાહેબ, હમણાં મારાં સાસુ આવ્યા છે !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રોફેસરે વિદ્યાર્થીઓને પોતપોતાના પ્રેમીનાં નામ લખવા કહ્યું. દસ સેકંડ પછી છોકરીઓ બોલી : 'સર લખાઈ ગયું.' દસ મિનિટ પછી છોકરાઓએ કહ્યું : 'સપ્લિમેન્ટરી પ્લીઝ !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 163

શિક્ષક - બાળકો, તમે આજે શપથ લો કે દારૂ-સિગરેટ નહી પીવો, માંસ નહી ખાવ ? બાળકો - નહી ખાઈએ સર ? શિક્ષક - ક્યારેય છોકરીઓને નહી છેડો ? બાળકો - નહી છેડીએ સર. શિક્ષક - જુગાર નહી રમો ? બાળકો - નહી રમીએ સર. શિક્ષક - દેશ માટે જીવ પણ આપી દેશો ? બાળકો - આપી દઈશુ સર, આવા જીવનનુ કરશુ પણ શું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
'ઘડિયાળમાં તેર ટકોરા પડે તો કેટલો સમય થયો કહેવાય ?' 'ઘડિયાળ રીપેર કરાવવાનો….!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શર્માજી લગ્નની 21મી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. તેમના ઘેર આવેલા એક મિત્રએ પૂછ્યુ - શુ આ વીસ વર્ષોમાં તમે તમારા દામ્પત્ય જીવનમાં કોઈ બદલાવ આવ્યાનો અનુભવ કર્યો ? શર્માજી બોલ્યા - હા મામૂલી, પહેલા પત્નીને જોઈને દિલ ઘડકતુ હતુ હવે હંમેશા ઘડકે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011

Gujarati Joke Part - 162

ભિખારી : 'શેઠ, કંઈક આપો.' શેઠ : 'અત્યારે છૂટા નથી. પાછો ફરું ત્યારે લઈ લેજે.' ભિખારી : 'સાહેબ, આમ ઉધાર રાખવામાં મારા લાખો રૂપિયા ડૂબી ગયા છે, નહીંતર તો હું અત્યારે લખપતિ હોત. આવી રીતે ભિખારી ન હોત.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આર્થિક સલાહકાર : 'તમે થોડી બચત-બચત કરતા હો તો !' ગ્રાહક : 'હું મારી પત્નીને એમ જ કહું છું !' સલાહકાર : 'પત્નીને શા માટે કહો છો, તમે જ રોકાણ કરો ને !' ગ્રાહક : 'હું કમાતો નથી, એ જ કમાય છે !!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા-(દુકાનદારને) કોઈ સરસ કાપડ બતાવો. દુકાનદાર - પ્લેનમાં બતાવુ ? સંતા - પ્લેનમાં જવાની શી જરૂર છે, અહીં જ બતાવી દો ને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~