સોમવાર, 4 ઑગસ્ટ, 2025

Gujarati Jokes Part - 436

 
ધારો કે તમારી ભેંસ દૂધ ન આપે અને તમારે તમારા ઘરે આવનારા મહેમાનોને ચા પીરસવી પડે, તો તમે શું કરશો??

બાળકે કહ્યું:-

હા, હું બજારમાંથી દૂધ લાવીશ."

શિક્ષક (હસતાં):-

"ખૂબ સરસ, ધારો કે ઘરની ભેંસનું દૂધ ૪૨ રૂપિયા પ્રતિ કિલો હોય અને દૂધવાળાએ બજારમાં ૬૫ ગ્રામ પાણી ભેળવી દીધું હોય, તો મને કહો કે તમને કેટલું નુકસાન થયું??"

જ્યારે બાળકે જવાબ ન આપ્યો, ત્યારે શિક્ષકે તેને કૂકડાની જેમ તડકામાં ઊભો રાખ્યો.

હવે શિક્ષકે બીજા વિદ્યાર્થી રાહુલને પણ એ જ પ્રશ્ન પૂછ્યો.

બાલ બાબાજીએ કહ્યું:-

"હા, હું મારા કાકાના ઘરેથી દૂધ લાવીશ."

શિક્ષકે કહ્યું:- "ધારો કે તેમના ઘરે દૂધ નથી?"

બાલ બાબાજીએ કહ્યું:-

"હા, હું મારી કાકીના ઘરેથી દૂધ લાવીશ."

શિક્ષકે કહ્યું:- "ધારો કે તેમના ઘરે દૂધ નથી?"

બાલ બાબાજી:- "હા, હું પડોશી કાકી પાસેથી દૂધ માંગીશ."

શિક્ષકે કહ્યું ગુસ્સાથી તેણીએ કહ્યું:- "જો તેમના ઘરે પણ દૂધ ન મળે તો??"

બાલ બાબાજીએ કહ્યું:- "મેડમજી, હું આખા ગામમાં ફરીને દૂધ માંગીશ, જો મને નહીં મળે, તો હું મહેમાનોને લીંબુ શરબત આપીશ, પણ હું બજારમાં જઈને લાવીશ નહીં!!"

"અને હું ક્યારેય કૂકડો નહીં બનીશ!!"

મંગળવાર, 22 જુલાઈ, 2025

Gujarati Jokes Part - 435

 શિક્ષક: "વિદ્યાર્થીઓ, ગાય પર નિબંધ લખો."

વિદ્યાર્થી: "સાહેબ, શું હું ભેંસ પર લખી શકું? મને ભેંસ વિશે વધુ ખબર છે."

શિક્ષક: "ઠીક છે, પણ નિબંધમાં તેને 'ગાય' કહેવાનું યાદ રાખો."

--------------------


પતિ: "આપણા પાડોશીની પત્ની કોઈની સાથે ભાગી ગઈ."

પત્ની: "તમે આવું કંઈક કેમ નથી કરતા?"

પતિ: "હું શું કરી શકું? મારી પાસે પાડોશીની પત્ની પણ નથી!"

--------------------


દીકરો: "પપ્પા, શું હું થોડા પૈસા મેળવી શકું? મારે નવો ફોન ખરીદવો છે."

પિતા: "તમને નવા ફોનની કેમ જરૂર છે? તમારો હાલનો ફોન બરાબર કામ કરે છે."

દીકરો: "પણ મારા બધા મિત્રો પાસે નવીનતમ મોડેલ છે!"

પિતા: "તો શું? તમારા બધા મિત્રો પાસે પણ બે આંખો અને નાક છે, પણ તમે તેમાંથી વધુ માંગતા નથી, ખરું ને?"

--------------------


ડોક્ટર: "તમારો પગ તૂટી ગયો છે, તમારે કાસ્ટની જરૂર પડશે."

દર્દી: "શું હું આ પછી વાયોલિન વગાડી શકીશ?"

ડૉક્ટર: "હા! હું પહેલાં ક્યારેય ન કરી શક્યો!"

--------------------


ગ્રાહક: "વેઇટર, મારા સૂપમાં માખી છે!"

વેઇટર: "ચિંતા કરશો નહીં, સાહેબ, તે ખૂબ જ નાની માખી છે. તે વધારે પીશે નહીં."

Gujarati Jokes Part - 434

 એક જાપાની કપલ લડી રહ્યું હતું.


પતિ : સુઈતાકી.... માકાતાકી....

પત્ની : કોવાનીની.... તામાનીની....


પતિ : તોકા આંજીરોની રૂમિયાકો !

પત્ની : ( ઘૂંટણિયે પડી જાય છે ને કે )

મીમી નાકોડી, તિમુ નાકો તિકો !


પતિ : ( ગુસ્સા માં ) કીમા તિમ તીમ,

કાઓયુજી વિજી બુઝી યોઝી ઝક્કો !


અને તમે આરામથી વાંચી રહ્યા છો

જાણેતમને ખરેખર જાપાનીઝ વાંચતા

આવડતું હોય ! 😂


------------------------------------


પપ્પુ ગામડા માં એક રિસોર્ટ માં ગયો, 


તેને બાથરૂમ જવું હતું તેથી કાઉન્ટર ઉપર બાથરૂમ ક્યાં છે તે પૂછ્યું, 


કાઉન્ટર ઉપર ઉભેલા માણસે બાથરૂમ તરફ જવા નો રસ્તો બતાવ્યો. 


પપ્પુ એ બાથરૂમ નો દરવાજો ખોલ્યો કે તેને બાથરૂમ માં સાપ દેખાણો! પપ્પુ પાછો આવ્યો, 


કાઉન્ટર ઉપર બેસેલા માણસે પૂછ્યું આટલી જલ્દી? 


પપ્પુ એ કહ્યું અંદર સાપ બેઠેલો, મેં કહ્યું મને ઉતાવળ નથી તમ તમારે પતાવો, 


હવે એનું પતે અને બહાર આવે એટલે હું જાઉં. 😁


કાઉન્ટર ઉપર બેઠેલો માણસ બેહોશ છે

શનિવાર, 7 માર્ચ, 2020

Gujarati Jokes Part - 433

જ્યોતિષ:"તમારી હસ્તરેખા કહે છે કે
તમારા ઘર નીચે ખૂબ ધન છે, પણ
તમને ઉપયોગમાં નહી આવે".

છગન:"સાવ સાચું, મારા ફ્લેટ
નીચે જ યશ બેંક છે "....
😊🤣😍😊🤣😃

--------------

લાગે આ વર્ષ 

અનાજ ઉપર વાળા નહીં રેવા દે..!

પૈસા બેંક વાળા નહિ રેવા દે..!!

અને જીવ ચાઈના વાળા નહિ રેવા દે..!!
😢😁😢

--------------

કોરોના થી બચવા રોજ સવારે લસણ અને  મૂળા ખાવા...

લસણ અને મૂળા થી આમ તો કોઈ ફાયદો નથી પણ....

બીજા લોકો તમારાથી દૂર રેહશે.

😃😃


મંગળવાર, 7 જાન્યુઆરી, 2020

Gujarati Jokes Part - 432

*ગામડાના એક ભાઈનું સ્ટેટસ..*

*"ટૂ મચ ટાઢ ...ફિલિંગ કોકડું ..."*

😄😄😄😬😬
===========================

નસીબદાર છે આ નવી જનરેશન..
કે એને ગરમી લાગે તો એના મમ્મી પપ્પા એને સીમલા-મનાલી , ગોવા કે નૈનીતાલ ફરવા લઈ જાય છે... અને એક અમે હતા જે ગરમી થાય છે એમ કેવી એટલે હજામ પાહે લઈ જાતા અને ટકલુ કરાવી દેતા
😭😭😭😭
===========================
105 વર્ષના દાદાને પત્રકારે પુછ્યું,
તમારા દિર્ઘાયુષ્ય નું રહસ્ય ?

દાદા : દલીલબાજી ન કરવી. આ મારા દિર્ઘાયુષ્ય નું રહસ્ય.

પત્રકાર : એકલું આ ન હોય. કસરત, પૌષ્ટિક આહાર, પુરતી ઉંઘ.. આ બધા કારણો પણ હોવા જોઈએ.

દાદા : તો એમ હશે.

😂 😂 😂 😂

(No arguments Means No arguments)

Source : Twitter

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

Gujarati Jokes Part - 431

આ તો હદ જ થઇ ગઈ

આ અફવા   

કોણ ફેલાવે છે કે...            

એકટીવા ના સાઈલેન્સર પર

પત્નીનું નામ લખવાથી...

બુલેટ નો અવાજ આવે છે!!!
😂😂😝😝

-----------------------------

😂😂😂😂
એક સન્યાસી ને મેં સહજ પૂછ્યું
બાબા: કેમ છો ?
સન્યાસી: બેટા અમે સન્યાસી માણસ . અમારો રામ રાખે એમ રહીયે .

સન્યાસી એ મને પણ  વિવેક ખાતર પૂછ્યું
બેટા તું કેમ છે ?
બાબા અમે સંસારી માણસ અમારી સીતા રાખે એમ રહીયે .
🤣

-----------------------------

પતિ :
*ગજબનો સેલ્ફ કન્ટ્રોલ છે હો તારો.*

પત્ની (ફુલાઈને) :
*પણ ઇ તો કહો કઈ રીતે?*

પતિ
*લોહીમાં 350 ડાયાબીટીસ છે પણ જીભ પર ક્યારેય મીઠાશ નથી આવવાદીધી*!!!"
🤣

-----------------------------

ભૂરો પરિક્ષા 📝 મા બેંચ ઉપર જુવાર ના દાણા જોતો હતો...

શિક્ષકે બાજુમા આવીને પુછયું : જુવારના દાણાથી શુ કરે છે?

ભૂરો : માતાજી રજા આપે તો લખવાનું ચાલુ કરુ ને...
🤣🤣🤣🤣🤣🤣

-----------------------------

😉😉
છોકરો : હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું.

છોકરીનો બાપ: કેટલું કમાય છે તું?

છોકરો : મહિને 18000 રૂપિયા.

છોકરીનો બાપ : હું મારી દીકરીને મહિને 15000 રૂપિયા તો પોકેટમની આપું છું..

છોકરો : એ ઉમેરીને જ 18000 કીધા...

😜😜😂😂😝😛😛

મંગળવાર, 10 એપ્રિલ, 2018

Gujarati Jokes Part - 430

આજ કાલ છોકરાવ ને ગરમી લાગે નહીં એટલે માતા પિતા તેમને મનાલી, કાશ્મીર કે ગોવા લઇ જાય ......

અને અમે નાના હતા ત્યારે ગરમી લાગવાનું કહીયે તો પકડીને ટકો કરાવી નાખતા......

😜😜😂😂🤣🤣😆😆

----------------------

😀7/12, 8-અ,  મા જો નામ રાખવુ હોય તો  IPL ના સટ્ટા  થી દુર રહેવા નમ્ર વિનંતી.😃🙏

----------------------

😜😜😜 હસવાની છૂટ પણ
દાંત કાઢવાની મનાઈ :😅😅😅

🙏🙏 "જમાઈની સમસ્યા" 🙏🙏

એકવાર એક સસરા બિમાર પડ્યા.
સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ.....
સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે.
બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે.
પેલા સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે..... નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો....
જમાઈની સમસ્યા એક જ હતી કે ..... એ બન્ને કાને બહેરો હતો. તથા દામાદનાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી.

જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો, જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે.

1. પહેલા પૂછવું કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’
જવાબ પૂરો થાય એટલે કહેવું કે ...... ‘બસ એ જ ચાલુ રાખો.’

2.બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?’
સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે .....
‘તમારા માટે એ જ બરાબર છે.’

3. ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે...
'ક્યા દાક્તરની દવા લ્યો છો ?’
જવાબ મળે એટલે કહેવું કે..
‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’
આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા.

પ્રથમ સવાલ કર્યો કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’
સસરો થોડો આખાબોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે
‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’
એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’
જમાઈનો જવાબ સાંભળી સસરાની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા.
જમાઈએ બીજો ઘા કર્યો કે ‘શું જમો છો ?’
આ વખતે સાસુ બોલ્યા કે......
" પથરાં ખાય છે અને ધૂળ ફાકે છે."
જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો. તમારા માટે એ જ યોગ્ય છે.’
હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે....
‘આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?’
આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે,
‘જમરાજાની દવા ચાલે છે.’
અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે,
‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી. એમની ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’ ....

પછી જમાઈનું શું થયું એ ખબર નથી ....પણ
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કરેલા છે.

🤗🤗🤗🤗🤗

રવિવાર, 1 એપ્રિલ, 2018

Gujarati Jokes Part - 429


અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો આત્મહત્યા કરી લે છે.. 😩
અને
એક અમે હતા કે 😎
અમારા માંર્કસ જોઈને ટીચસઁ 😳 આત્મહત્યા કરવાનું વિચારી લેતા, 🙄😳
આ રખડેલ ને આટલા આવ્યા ક્યાંથી?? 😂😂
😂😂😅😅😆😆😜😜

---------------------------

પહેલાંના જમણવાર અને આજના જમણવારમાં મૂળભૂત ફરક:-
પહેલા જમવા વાળા એક જ જગ્યાએ રહેતા
અને 
પીરસવા વાળા ફરતા રહેતા ,
આજે પીરસવા વાળા  ઉભા હોય છે અને જમવા વાળા ભટક્યા કરે છે.
😝😝😝😝😝😝😝😝😝😝

---------------------------

કાપડ બજારમાં ભયંકર મંદી ના એંધાણ દેખાય છે મીત્રો...

બાઈક માં થી કોક ગાભો કાઢી ગ્યુ બોલો !!
💁🤔🤔🤔🤔🤔🤔🤔💁

---------------------------

🤔🤔🤔🤔🤔🤔🤔

એક ભાઈલગ્ન બાદ પ્રથમવાર પોતાને સાસરે જમવા ગયા.

સાસુજીએ પુછ્યું, : "જમાઈરાજ, તમારી ફેવરીટ ડીશ કઈ ?"

ભાઈએ જવાબ આપ્યો, : *"ટાટા સ્કાય."*

😉😉😉😉😉😉😁

---------------------------
By : Ankit Gandhi

મંગળવાર, 27 માર્ચ, 2018

Gujarati Jokes Part - 428

ભક્ત :- સ્વામી જી, મારી પત્નિ ને રાત્રે ચાદર ઓઢી ને સૂવા ની ટેવ છે. કાલે રાત્રે હું અચાનક જાગી ગયો તો મેં જોયુ કે મારી પત્નિ ના મોઢા ના ભાગે એક *દિવ્ય પ્રકાશ*  રેલાઇ રહયો હતો.
તો શું મારી પત્નિ માં કોઇ *દિવ્ય શક્તિ* હશે ?

સ્વામી જી :- નહી વત્સ, આ કોઈ દિવ્ય શક્તિ નથી તારા સૂઈ ગયા બાદ તારી પત્નિ *તારો મોબાઇલ ચેક કરે છે.* તો હે વત્સ,
વેલી તકે વોટ્સપ માંથી *જોખમી મેસેજ અને નંબર ડિલીટ કરી નાખો* નહીતર તમારી કુંડલી માં હાથ- પગ ભાંગવા નો યોગ રચાતાં વાર નહી લાગે...

😂😁😆😝😜
-------------------------------

*પતિ - પત્ની બરાબરના લડેલાં...*
*લડાઈ બસ હજી પતી જ હતી,*
*ને છોકરાએ ભેંકડો તાણ્યો.*
*પત્ની ગુસ્સે તો હતી જ.       બરાડો પાડીને કહે*
*હું તે કામ કરું કે આને છાનો રાખું ?*
*હું કંઈ આને કરિયાવરમાં નો’તી લાવી.*
*જરાક છાનો રાખો તો નાના બાપના નહીં થઈ જાઓ......*

*પતિ હજી જરાય ટાઢો નો‘તો પડ્યો.*
*એણે ત્રાડીને કહ્યું*
*ભલે રો’તો, રોવા દે ... હુંય એને જાનમાં લઈને નો’તો આવ્યો....*
*રોવા દે તું તારે.....*

*બોલો પેલો જાતેજ છાનો રહી ગયો*

😂😂🤫🤫🤣🤣🤣
-------------------------------

પત્ની પતિને
એય.... આજે એક્ટિવા લઈને જાઓને
રોજ એકનું એક બાઈક કેમ લઈ જાઓ છો ??
જાઓ જાઓ આજે મારૂં એકેટિવા લઈ જાઓ.

( પતિ કોઈ રિસ્પોન્સ આપ્યા વગર નાહવા જતો રહે છે અને નાહીને આવ્યા પછી ચૂપચાપ તૈયાર થાય છે )

( પત્ની ફરી એકદમ પ્રેમથી )

એય.. જાઓને આજે લઈ જાઓ ઓફીસે એક્ટિવા
કંઈક અલગ લઈ જાઓ
રોજ શું એકનું એક બાઈક.

( છેવટે નીકળતી વેળાએ કંટાળીને પતિ બોલ્યો )

" કેટલાનું પેટ્રોલ પૂરાવવાનું છે ?? "

😝😝😂😂
-------------------------------

ભુરાએ એર હોસ્ટેસ  ને કીધું..
*તમારો ચહેરો અસ્સલ મારી ઘરવાળી જેવો જ છે..!!*☺😌

એરહોસ્ટેસ ખીજાણી.. અને બોલી😡
*મુંગો રહેજે.. અને સખણી નો બેસ..*

ભુરો બબડ્યો..😕😟
*તારી ભલી થાય.. આનો તો જીભડો ય સેઇમ ટુ સેઈમ...*

😛😝😜🤪😂🤓

બુધવાર, 21 માર્ચ, 2018

Gujarati Jokes Part - 427

Wife  :  તમારામાં જરાય મેનર્સ નથી.
             હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું
             અને તમે બગાસાં જ ખાધા કરો છો.

Husband  :  અરે હું બગાસાં નથી ખાતો,
                     બોલવાની કોશિશ કરી રહ્યો છું.

😀😜😀

-------------------------

લગ્નન પછી વિદાય વેળા સાસુ જમાઈ પાસે જઈને  આંખો મા આંસુ અને સુકાઈ ગયેલા ગળા માથી અેટલુ બોલ્યા ધ્યાન રાખજો
કસમ થી ત્યારે હુ પણ ગળગળો
થઈ ગયો તો
પણ ઘરે ગયા પછી અઠવાડિયે
ખબર પડી ઈ મારુ કહેતા હતા
😄😄😁😁😜😜🤣🤣

-------------------------

જમાઈએ ગુસ્સામાં સાસુને મેસેજ કર્યો :    તમારી વસ્તુ દિવસે દિવસે બગડતી જાય છે,  ખાવાનું બરાબર બનતું નથી. રોટલી નો પાપડ થઈ જાય છે.

સાસુ:
જમાઇરાજા,

3 તોલા નો રિચાર્જ કરાવો એટલે 1 વર્ષ સુધી વસ્તુ બરાબર ચાલશે...😃

બુધવાર, 7 માર્ચ, 2018

Gujarati Jokes Part - 426

😝😝😝

રઘલો : બાપુ, પથરી થઈ હોય તો કયાંની 'માનતા' રખાય ?

બાપુ : નાની પથરી થઈ હોય તો 'દિવ'ની અને મોટી થઈ હોય તો ગોવા'ની .... 😆😆
🍺🍺🍷🍷🍷🍷🍻🍻🍾

------------------------------

પતી :  કયા ગાયબ હતી ૪ કલાક થી ?
પત્ની :  શોપીંગ કરવા ગઈ તી મોલ માં.
પતી :  શુ શુ લીધુ ?

પત્ની :  ૧ માથાની પીન અને ૪૫ સેલ્ફી. 😄😄😜😜😂😂

રવિવાર, 13 એપ્રિલ, 2014

Gujarati Joke Part - 425

એક સૈનિક ઓફિસરને કોઈ લાંબી ડ્યુટી પર વિદેશ મોકલવામાં આવ્યો. જ્યારે તેને ત્યાં વધુ દિવસ થઈ ગયા તો એક દિવસ તેને એક પત્ર મળ્યો. - 'જતી વખતે હું તમને મારો જે ફોટો આપ્યો હતો તે પરત કરો, કારણ કે હું હવે એક બેંક મેનેજર સાથે લગ્ન કરવા માંગુ છુ.'
સૈનિક ઓફિસરે બે ડઝનથી પણ વધુ ફોટા એ છોકરીને મોકલી આપ્યા અને લખ્યુ - 'આમાંથી તમારો ફોટો કાઢીને બાકીના પાછા મોકલો.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ : મારી મમ્મીને નવી નવી વાનગીઓ બહુ ભાવે.
ગટુ : એમ ? આજે જમણમાં શું બનાવ્યું હતું ?
નટુ : એમ તો જમવાનું અમે હૉટેલમાં જ રાખીએ છીએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સન્તા બજારમાં ગયા. રસ્તામાં એક ચોર એમનો મોબાઇલ ફોન ઝૂંટવી ભાગી ગયો. સન્તા પાછળ દોડ્યા અને જોરથી ચિલ્લાયા: લે જા, ગધે લેજા, ઇસકા ચાર્જર તો મેરે પાસ હૈ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 9 એપ્રિલ, 2014

Gujarati Joke Part - 424

બંતા- ઓયે સંતા, આ ટ્યુબલાઈટની સામે મોઢુ ફાડીને શું કરી રહ્યો છે?
સંતા - અરે યાર ડોક્ટરે આજે ડિનરમાં લાઈટ ખાવાનું કહ્યું છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મુંબઈના સહારા એરપોર્ટના ગેટ પર એરપોર્ટ અધિકારીએ ચમનને પૂછ્યું : 'તમારી જાણ બહાર કોઈએ તમારી બેગમાં કાંઈ મૂક્યું તો નથી ને ?'
ચમન : 'મારી જાણ બહાર મૂક્યું હોય તો તેની મને શી રીતે ખબર પડે ?'
અધિકારી : 'તમને ખબર ન હોય એટલે જ તો અમે પૂછીએ છીએ !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - લગ્ન પહેલા તારી ફિગર બિલકુલ કોકની બોટલ જેવી હતી.
પત્ની - એ તો હું હજી પણ છુ.
પતિ - હા, બસ ફેર એટલો જ છે કે પહેલાં તુ 300મીલીની હતી હવે દોઢ લીટરની છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 5 એપ્રિલ, 2014

Gujarati Joke Part - 423

નેતાએ ગામડામાં જઈને કહ્યું : 'હું જો ચૂંટાઈશ તો દરેક ઘરે એક-એક સાઈકલ અપાવીશ.'
'સાહેબ, સાઈકલની વાત પછી…..' એક ગ્રામજને કહ્યું, 'પહેલાં સાઈકલ ચલાવાય એવા રસ્તાનું કંઈક કરો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છોટુ રસ્તા પર ગમેતેમ, વાંકીચૂંકી મોટર ચલાવતો હતો. ટ્રાફિક પોલીસે એને પકડ્યો.
છોટુ : સાહેબ, હું તો હજી શીખું છું.
પોલીસ : પણ અલ્યા શિખવાડનાર વગર જ !
છોટુ : સાહેબ, આ કૉરસ્પોન્ડન્સ કૉર્સ છે !!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ- અરે, ડૉક્ટરે તો કહ્યું કે તને કોઈ રોગ નથી. પછી કેમ આટલી ઉદાસ થઈ ગઈ?
પત્ની- હું એ જતો વિચારું છું કે ફી ના 150 રૂપિયા નકામા જ જતા રહ્યાં.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~